જે કોઈને ભી કોઈ ભી પ્રકારે રાજકારણમાં આવવું હોય તો સૌથી પેહલા આ જે વાત તમે કરી કે તમે દસ પછી શું લેશો એના કરતાં તમે જે પણ અભ્યાસ કરો ત્યાં તમે તમારી શાળા કે કોલેજના વિધાર્થીને શું આપશો એ નક્કી કરશે કે તમે રાજકારણમાં કેટલા આગળ આવશો, અને આગળ જતાં પ્રધાનમંત્રી બનવા માટે સફળ થશો કે નહીં એ. આપણે ત્યાં ફિલ્મો અને સિરિસોમાં રાજકારણીઓને મોટા ભાગે ગુંડા અને નકારાત્મક ચશ્મે જ બતાવવામાં આવે છે જે અમુક અંશે સાચું પણ છે, પણ જે ભી કહો એ રાજકારણમાં આવવા માટે શરૂઆતમાં તો તમારે ત્યાગ અને બલિદાન આપવું જ પડશે એના વગર કોઈ છુટકારો નથી. આપના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂની વાત કરીયે તો તેમણે ભી પોતાના અંગત જીવનમાં ત્યાગ આપીને લોકોની સમસ્યા માટે લડ્યા હતા, જેલમાં રહ્યા હતા, ગાંધીજીની પડખે ઊભા રહીને અંગ્રેજો સામે લડ્યા એટ્લે એમને પ્રધાનમંત્રી બનવા લાયક બન્યા. એમાં તમારે આ વાત પર પણ ભાર રાખવો પડશે કે જે આપણાં કરતાં મોટા કદના નેતાની આસપાસ પણ રહવું પડે, કદાચ એમ ના હોત તો જવાહરલાલ નેહરૂના બદલે વલ્લભભાઈ પટેલ પ્રથમ વડાપ્રધાન હોત. એ પછીના બધા જ પ્રધાનમંત્રીમાં ગાંધી પરિવારને બાદ કરતાં જેટલા ભી પ્રધાનમંત્રી છે એમના જીવન વિશે વાંચન કરવું પડશે, આપના નરેંદ્રભાઈ મોદી સુધી બધા જ લોકો એ પોતાના અંગત જીવનમાં કોઈ પણ રીતે બલિદાન આપયો હસે ત્યારે જ તેઓ પ્રધાનમંત્રીના પદ પર બિરાજમાન થયા. આ વાત થઈ થોડુક વાંચન કરવાની જેથી કરીને તમને ખ્યાલ આવી શકે કે તમે કઈ રીતે પોતાના જીવન ને આકાર આપી શકો. હવે થોડુક વિગવાર જોઇયે તો કોઈ પણ સ્કૂલમાં આજ સુધી એવો અભ્યાસક્ર્મ નથી કે જે તમોને એવી કોઈ ડિગ્રી આપે કે જેથી કરીને તમે પ્રધાનમંત્રીના પદ પર બેસી શકો. એના માટે તમારે લોકોની વચ્ચે જવું પડે, લોકોની સમસ્યા સાંભળવી પડે અને એના માટે લડત કરી ને એ સમસ્યાનું સમાધાન લાવવું પડસે, હવે લોકો પણ એમની જ પાછળ ઊભા રહે જે સારું બોલી શકે અને સારું વ્યક્તિત્વ ધરાવે, તો આ બધા વિષયો પણ કોઈ શાળામાં નથી ભણાવવામાં આવતા, પણ બને તો આર્ટ્સના અભ્યાસમાં આગળ વધો ને પોતાની પ્રાદેશિક અને હિન્દી અને ઇંગ્લિશ જેવી ભાષાના અભ્યાસ કરીને તમે પોતાની એ કળા વિકસાવી શકો, રાજકારણને લગતા પણ અભ્યાસ્ક્ર્મો આવે છે, તે તમે ભવિષ્યમાં આગળ કારકિર્દી માટે ભણી શકો, પણ આ બધી ચીજો ખાલી તમારી ગાડી માટે ના પૈડાં માત્ર જ છે, પૈડાંભી પૂરા નહીં, હવા વગરના. એમાં હવા ભરવા માટે તમારે તમારા વ્યક્તિત્વ અને બોલીને સુધારી લોકો સુધી પહોચવું પડશે, લોકો માટે મસીહા બનીને આગળ આવવું પડશે, એમાં તમે ખાલી સારા હોવાનું નાટક કરીને બહુ વધારે આગળ નહીં આવી શકો કેમ કે આજે નઇ તો કાલે પબ્લિક સમક્ષ સત્ય બહાર આવશે જ અને તે તમારા લક્ષ્યમાં બાધા લાવશે એટલે લોકો ની સેવા કરવાના ઈરાદાથી જ કામ કરશો એ કામ તમોને રાજકારણમાં આગળ લાવશે. હવે થોડી પ્રેક્ટિકલ વાત, તમે જો સામાન્ય પરિવારમાથી આવતા હશો તો આ કામ થોડું અઘરું બની શકે, કોઈ મોટા કદાવર નેતાના પક્ષમાં જોડાઈ શકો, એમના માટે કામ કરો અને કાર્યકર્તા તરીકે એ પક્ષની વિચારધારાને પોતાના ક્ષેત્રમાં ફેલાવશો અને લોકો વચ્ચે પોતાની લોકપ્રિયતા વધારી શકો. ઘણી વખત થોડી ઘણી ચાણક્યનીતિ પણ વાપરવી પડશે, બે ખોટા વચ્ચે ઓછા ખોટાને પસંદ કરવા પડશે, વિવાદોથી બચવું પડશે, વિવાદોમાં આવી જાવ તો તેનો સામનો સારી રીતે કરવો પડસે, પોતાની છબી ખરાબ ના થાય તેના માટે ઘણા કડવા ઘૂંટડા પીવા પડસે, એટ્લે દસ પછી જે કરો એ પણ જ્યાં સુધી તમે લોકો માટે આગેવાન સાબિત નઇ થાવ ત્યાં સુધી પ્રધાનમંત્રી તો દૂરની વાત છે, પોતાના મતવિસ્તારમાં ભી તમે એમએલએ નહીં બની શકો. વિરોધપક્ષને પણ કઈ રીતે આંટીમાં લેવાથી લઈને જટિલ પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે લાવવો એ બાબતે કોઈ કોર્સ નથી ને નથી તો ક્યારેય બનવાનો, એના માટે આ જે જીવનરૂપિ શિક્ષક છે, એ જ તમોને આગળ લાવી શકે. આભાર. આશા રાખું છું કે અમુક અંશે હું આ સવાલ નો જવાબ આપી શક્યો. બાકી આ દુનિયામાં કઈ જ અશક્ય નથી, એક ચા વાળો કઈ રીતે પ્રધાનમંત્રી બન્યો એ આપની નજર સમક્ષ જ છે, અંતે એટલું જ કહીશ, "દુનિયા ઝૂક્તી હે, ઝૂકાને વાલા ચાહીયે". - અંકિત શેલડિયા
જો આ અઘરા એવા શબ્દની વ્યાખ્યા કરવા બેસીએ તો સીધો મતલબ કોઈ બીજા પર આધાર રાખવો નહીં એ, અને જે આપણને જરૂરી હોય એ આપણે જાતે જ પૂરું પડી એ. એક રીતે સંપૂર્ણ આઝાદી બાહ્ય પરિબળો અને પરિસ્થિતી થી. આમ વ્યાખ્યા પર થી જોઇયે તો કઈ ખોટું છે નઇ આત્મનિર્ભર બનવામાં. આપણે જૂના જમાનાની વાત કરીયે તો ગામડાઓ એક રીતે આત્મનિર્ભર જ હતા, ગામ ને જે જરૂર પડે એ બધુ ગામમાં થી જ મળી રહતું. અલગ અલગ જાતીધર્મના માણસોએ ગામની જવાબદારીઓ પોતા પર લઈ લીધેલી. સાયકલના પંચરથી લઈને વાળ કે ટ્રેક્ટરને લગતી મદદ કોઈ ને કોઈ કરી નાખતું, લગ્ન પ્રસંગ હોય તો ગામના લોકો જ કેટરીગનું કામ ને રસોઈયા બની જતાં, અને આખો પ્રસંગ કોઈ પરિવારના બદલે આખા ગામનો પ્રસંગ બની જતો. તો આજે આઝાદીને આટ આટલા વર્ષો પછી આત્મનિર્ભર બનવાની વાત આવી એનો અર્થ તો એ જ થાય કે આપણે હવે આત્મનિર્ભર નથી રહ્યા જે આપણે પેલા હતા. આપણે હવે નાના નાના કામ માટે પણ બીજા લોકો પર આધાર રાખતા થઈ ગયા છીયે. ઘરે નોકરચાકર હોય કે અમુક ધંધામાં આપણને બેસીને હુકમ કરવાની ટેવ પડી ગઈ છે, જે મેહનત પેહલા કરતાં એ નથી કરતાં કેમ કે ઘણી વસ્તુ આંગળીના ટેરવેથી કરવા માંડ્યા, હદ તો ત્યારે આવી કે હવે બહારનું ખાવા માટે બહાર પણ નથી જવું પડતું બેઠા બેઠા ઓર્ડર આપીએ તો માણસ ઘરે આવી ને દઈ જાય. આ બધી બાબતો તદન સામાન્ય છે આપણે એમાં આત્મનિર્ભર બનવાની તો વાત પણ નઇ કરી આપણાં મોદી સાહેબે. મોદી સાહેબે દેશની વાત કરી કે આપણે આ વાયરસના લીધે ઊભી થયેલી આર્થિક સમસ્યાનો સામનો આપણે દેશને આત્મનિર્ભર બનાવી ને કરીયે. તો એનો એક અર્થ એ થાય કે અત્યારે આ દેશ આત્મનિર્ભર નથી, અને નથી તો એના માટે કોણ જવાબદાર? મોદી સાહેબના ઘણા ભાષણોમાં આનો જવાબ શોધીએ તો એ કોંગ્રેસ પાર્ટી ને જવાબદાર ગણાવે છે. અને આપણે માની પણ લઈએ, અને માન્યું છે એટલે તો મોદી સાહેબને પધાનમંત્રી બનાવ્યા છે, એ વાત ને પણ આવતી ૨૬ મે ના રોજ ૬ વર્ષ પૂરા થસે, તો હવે સવાલ એમને પૂછવાનો સમય પણ આવી ગયો છે કે, તમે ભારત ની રાજગાદી સંભાળી પછીથી તમારા થકી કેટલા એવા કામો થયા અથવા ચાલુ કરવામાં આવ્યા જેથી ભારત આત્મનિર્ભર બનવા તરફ આગળ વધે. જો એ કામો નથી થયા તો કેમ નથી થયા અને જો થયા છે તો હજુ એમનું પરિણામ અથવા લાભ છેવાડાના લોકો સુધી પહોચ્યો છે કે કેમ. આ વસ્તુમાં આપણે આપણાં જ ઉધ્યોગોને અને વસ્તુઓને લોકો સુધી પહોચડવાની છે, જેથી કરીને ભારતે જીવનજરૂરી વસ્તુઓ અને ટેકનીક માટે કોઈ દેશને મોંઘી કીમતો ચૂકવવી ના પડે. અને દેશની GDP અને અર્થ વયવસ્થાને ફાયદો પહોચે. આમાં એવી કંપનીઓ ને પણ સામેલ કરવી પડે જે ભલે મૂળ વિદેશથી આવી હોય પણ એ ભારતમાં રોકાણ કરતી હોય, કેમ કે એ કંપનીઓ ભારતીયો માટે રોજગાર તો પૂરું પાડે જ છે અને ઘણી વખત નવી ટેક્નોલોજી પણ સાથે લઈને આવે છે. મહત્વની વાત છે મેડ ઇન ઈન્ડિયા છે કે નઇ એ. - અંકિત શેલડિયા મારૂ તો કહવું એવું છે કે પોતાની જાત ને પ્રેમ કરવો માત્ર જરૂરી જ નહીં પણ ફરજિયાત અને અનિવાર્ય છે.
આપણાં ધાર્મિક ગ્રંથોનું માનીયે તો હજારો લખો યોનિચક્રમાંથી પસાર થયા બાદ આપણને મનુષ્ય તરીકે જન્મ મળયો છે. એટલે જ આપણે આ પ્રશ્ન પૂછવા માટે સમર્થ બન્યા. આ અમૂલ્ય જીવનમાં મળેલ આ તન અને મનની કાળજી રાખવી, એનું જતન કરવું એ તમારી ફરજ બને. આપણે કોઈ જાનવરની જેમ જીવન જીવીને તમને મળેલ આ જીવન અને પેલી દિવ્યશક્તિઓનું તમે અપમાન કર્યું કેહવાય. થોડુક હજુ આગળ વિચારો તો પ્રેમની સાથે સાથે આપણે પોતાની જાત ને સમજવાની પણ જરૂર છે. શરીરને તાજું માજુ રાખવું અને માનસિક રીતે પણ સવ્સ્થ રહવું, જેથી કરીને તમે પોતાની જાતનો તો ઉધ્ધાર તો કરશો જ પણ સાથે સાથે તમારી આસપાસના બધા લોકોને પણ આગળ લઈ આવશો. જો પ્રેમ જ નઇ હોય, કે પછી જાતમાટે કઈ સારું કરવાની ઇચ્છા જ નઇ હોય તો જીવન જીવવા માટે કશું બાકી જ નઇ રહે. અંગ્રેજીમાં કેહવાય છે કે ભગવાન પણ એમની જ મદદ કરે છે, જે ખુદ પોતાની મદદ કરવા તૈયાર હોય છે. જીવનમાં એવા ઘણા દિવસો આવશે કે ત્યાં માત્ર નિરાશા નિરાશા જ દેખાશે, આગળ શું કરવું એ કઈ ખબર નઇ પડે, માત્ર અંધકાર જ અંધકાર જ હશે, એ સમયે કોઈ બહારથી તમારી મદદે નઇ આવે, એ જ સમયે જે આ જાતપ્રેમ છે જે તમને દીવાની જેમ આ અંધકાર સામે લડવા માટે મદદરૂપ થસે, એટલે થાય એટલો પ્રેમ કરો પોતાની જાત ને. બાકી બહેન કરીના એ જબ વી મેટ માં કીધું એમ, તમે તમારી જાત ના ફેવરીટ બની જાવ. બાકી મજા આવે તો જણાવો કમેંટ કરી ને, બાકી મને તો મારા જવાબો આપી ને તો જલસો પડી જ જાય છે, કેમ કે મને પણ હું ખૂબ ગમુ છુ. આવજો. -અંકિત શેલડીયા એમાં સરકાર ને કઈ કરવાનું જ નથી, જે કઈ કરવાનું તે આપણે લોકો એ કરવાનું છે, જાતિવાદ નો ફાયદો ઉઠાવીને તો આજકાલ સરકારો બને છે ને આગળ પણ બનતી આવી છે. સમાજ જાતે ના સુધરે ત્યાં સુધી આ જાતિવાદનો રાક્ષસ રહેશે ભારત દેશ માં.આજ કાલ રામાયણ ને મહાભારત ખાસ્સી એવી ચગી છે, આપણી ભાગવત ગીતા ભગવાન શ્રી ક્રુષ્ણ એ અર્જુન ને કીધેલી એ જગજાહેર છે, ને મારૂ ને તમારું બધાનું માનવું છે કે ગીતામાં જે વાત કહેવામા આવેલી છે એ સમગ્ર સંસાર નો સાર છે. પણ આપણે દુનિયાની બધી જ વસ્તુનો અનર્થ કાઢવામાં પાછળ પડતાં નથી, હજુ હમણાં જ આવેલો કોરોના વાઇરસ ને ભી આપણે તહેવાર ની જેમ ઉજવી કાઢ્યો. વાત ની ગંભીરતા ને સમજવા કરતાં વાત ને જ હવા માં કાઢી મૂકી. આમ તો આપણે બધા મોટી મોટી વાતો કરવામાં પાછળ તો કસે પડતાં નથી. તો વાત હતી ગીતાની કે ભગવાન શ્રી ક્રુષ્ણ એ એમ કીધેલું કે કોઈ પણ માણસ જન્મ થી નહીં પણ કામથી કે કર્મથી બ્રાહ્મણ કે શુદ્ર હોય છે. આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વેશ્ય કે પછી શુદ્ર માણસ ના ગુણ અને કર્મ ના આધાર પર ભગવાન શ્રી ક્રુષ્ણ દ્વારા રચિત છે. પહેલા જ્યારે બ્રાહ્મણ નો છોકરો વ્યવસાય કરે તો એ ભી વેશ્યમાં ગણવામાં આવતો. બીજી કોઈ પણ મગજમારી કે ભેદભાવ નતો. પણ અમુક એ સમયના કટ્ટર જાતિવાદીઓ એ જે ગીતામાં લખેલું છે એને પોતાના સ્વાર્થ માટે બદલી નાખ્યું. ત્યારે કોઈ સરકારને ચૂંટવાની નહોતી તો પણ એ સમયના અસૂરોએ જે વસ્તુ કર્મના આધારે હતી એને જન્મના આધારે કરવા લાગ્યા. Divide and rule. જે વસ્તુ ધર્મમાં હતી જ નઇ તેને ધર્મ નો ભાગ ગણવામાં આવવા લાગ્યો. અને ઘણા એક્લ્વ્યોએ પોતાનો અંગુઠો ગુમાવ્યો. આ જાતિવાદ એટલી હદે લોકો ના મનમાં ઘર કરી ગયો કે લોકોમાં રહેલો ભાઈચારો દૂર થયો, સામાજિક જગડાઓ થવા લાગ્યા.આજે પણ બધા લોકો WhatsApp માં સવાર સવાર ના આખા ગામ ને સારા સુવિચાર મોકલશે પણ એ વાત ને ગળે નઇ ઉતારે. એ જ મોટી મોટી વાતો ને હું તો ભાઈ વડાપાંવ ખાતો. કોઈ જે લાયક હોય તેને સારા પદો માં થી બાકાત અને નાલાયકને આગલ કરવામાં આવે છે. આ એક એવી વસ્તુ છે, જે તમને સામે વાળા વ્યક્તીને મળ્યા પહેલા જ નફરત કરવા પર મજબૂર કરી દેય છે. આ જે નફરત ને બેહદભાવ છે તેનો ફાયદો રાજકારણી ઉઠાવી લે 6. દરેક પોતાની જાતિને શ્રેસ્ઠ માને છે, પણ એ લોકો એ વાત ભૂલી જાય છે કે જાતી મહાન નથી હોતી, માણસ ના ગુણ એને મહાન બનાવે છે. સારા ગુણો ધરાવતો માણસ આખી દુનિયા બદલી સકે છે. પણ નઇ આ જાતી ના તેવા ને ફલાની જાતી ના આવા, આપણે આ બધી વાતોમાં થી જ ઊંચા નઇ આવતા. અમુક સોસાયટીમાં અમુક લોકો ને જ રેહવા દેવામાં આવે ને ,અમુક જાતી માં જ લગ્ન કરવાના ને, આ જાતી ના લોકો એ આજ કામ કરવું ને આ જાતી ના લોકો એ પેલુ. આ બધી વાતો એ તો હવે ગામ ગાંડું કર્યું, તોડફોડ ને જાનમાલને નુકસાન કર્યું એ અલગ. પછી એ પટેલ નું આંદોલન, જાટોનું કે પછી ગુર્જર આંદોલન. આ બધા આંદોલનો એ કર્યું તો છેલ્લે દેશનું નુકસાન જ. એવું નઇ કે ખાલી અભણ લોકો જ આ જાતિવાદ ને માને છે, એવા ભણેલા ગણેલા નમુનાઓ નો ભી પાર નથી. આ સમસ્યા એ હદે સમાજ માં પાંગરી ગઈ છે કે કદાચ કોરોના ની દવા ને રસી મળી જશે થોડા સમયમાં પણ આ સમસ્યા નું ક્યારે નિરાકરણ આવશે એ કહવું મુશ્કેલ. દેશભક્તિના મોટામોટા ફાંકા જિંકવા વાળા હજારો નમુનાઓ મળી રહેસે, એ જ નમુનાઓ ને જાતિવાદ દૂર કરવા માટે કઈ કહેવામા આવે તો મોઢું દિવેલ પીધેલું હોય એમ કરી દેશે. જાતિવાદ એ ભારત જેવા મહાન દેશ માટે કલંક છે, એને દૂર કર્યા સિવાય અખંડ અને શક્તિશાળી ભારતની કલ્પના કરવી એ માત્ર એક ડંફાસમાત્ર જ છે બીજું કઈ નઇ. સરદાર ની ને ગાંધીજીની વાતો કરવા વાળા નેતાઓ જ જાતી સમ્મેલનો ને એ બધુ કરે ને આપણાં બધા મૂરખાઓ હોંસે હોંસે જાય પણ ખરા. જો ભણ્યા ગણ્યા પછી પણ તમારે કોઈ માણસને પારખવા માટે તેની જાતી પૂછતાં હો તો બધુ ભણતર ને ગણતર એળે ગયુ એમ સમજવું. કેહવા બેસીએ તો હજુ ભી કેહવાય પણ બધુ બેહરા સમાજ ને ક્યાં સાંભળવામાં રસ છે, એમ ભી સમય કોરોના નો છે ને ક્યાં આ બધી વાતો લઈને બેઠો હું, સુધરાય તો સુધરો નઇ તો ભગવાન બધાનું ભલું કરે. -Ankit SHELADIYA |
અંકિત
|