જે કોઈને ભી કોઈ ભી પ્રકારે રાજકારણમાં આવવું હોય તો સૌથી પેહલા આ જે વાત તમે કરી કે તમે દસ પછી શું લેશો એના કરતાં તમે જે પણ અભ્યાસ કરો ત્યાં તમે તમારી શાળા કે કોલેજના વિધાર્થીને શું આપશો એ નક્કી કરશે કે તમે રાજકારણમાં કેટલા આગળ આવશો, અને આગળ જતાં પ્રધાનમંત્રી બનવા માટે સફળ થશો કે નહીં એ. આપણે ત્યાં ફિલ્મો અને સિરિસોમાં રાજકારણીઓને મોટા ભાગે ગુંડા અને નકારાત્મક ચશ્મે જ બતાવવામાં આવે છે જે અમુક અંશે સાચું પણ છે, પણ જે ભી કહો એ રાજકારણમાં આવવા માટે શરૂઆતમાં તો તમારે ત્યાગ અને બલિદાન આપવું જ પડશે એના વગર કોઈ છુટકારો નથી. આપના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂની વાત કરીયે તો તેમણે ભી પોતાના અંગત જીવનમાં ત્યાગ આપીને લોકોની સમસ્યા માટે લડ્યા હતા, જેલમાં રહ્યા હતા, ગાંધીજીની પડખે ઊભા રહીને અંગ્રેજો સામે લડ્યા એટ્લે એમને પ્રધાનમંત્રી બનવા લાયક બન્યા. એમાં તમારે આ વાત પર પણ ભાર રાખવો પડશે કે જે આપણાં કરતાં મોટા કદના નેતાની આસપાસ પણ રહવું પડે, કદાચ એમ ના હોત તો જવાહરલાલ નેહરૂના બદલે વલ્લભભાઈ પટેલ પ્રથમ વડાપ્રધાન હોત. એ પછીના બધા જ પ્રધાનમંત્રીમાં ગાંધી પરિવારને બાદ કરતાં જેટલા ભી પ્રધાનમંત્રી છે એમના જીવન વિશે વાંચન કરવું પડશે, આપના નરેંદ્રભાઈ મોદી સુધી બધા જ લોકો એ પોતાના અંગત જીવનમાં કોઈ પણ રીતે બલિદાન આપયો હસે ત્યારે જ તેઓ પ્રધાનમંત્રીના પદ પર બિરાજમાન થયા. આ વાત થઈ થોડુક વાંચન કરવાની જેથી કરીને તમને ખ્યાલ આવી શકે કે તમે કઈ રીતે પોતાના જીવન ને આકાર આપી શકો. હવે થોડુક વિગવાર જોઇયે તો કોઈ પણ સ્કૂલમાં આજ સુધી એવો અભ્યાસક્ર્મ નથી કે જે તમોને એવી કોઈ ડિગ્રી આપે કે જેથી કરીને તમે પ્રધાનમંત્રીના પદ પર બેસી શકો. એના માટે તમારે લોકોની વચ્ચે જવું પડે, લોકોની સમસ્યા સાંભળવી પડે અને એના માટે લડત કરી ને એ સમસ્યાનું સમાધાન લાવવું પડસે, હવે લોકો પણ એમની જ પાછળ ઊભા રહે જે સારું બોલી શકે અને સારું વ્યક્તિત્વ ધરાવે, તો આ બધા વિષયો પણ કોઈ શાળામાં નથી ભણાવવામાં આવતા, પણ બને તો આર્ટ્સના અભ્યાસમાં આગળ વધો ને પોતાની પ્રાદેશિક અને હિન્દી અને ઇંગ્લિશ જેવી ભાષાના અભ્યાસ કરીને તમે પોતાની એ કળા વિકસાવી શકો, રાજકારણને લગતા પણ અભ્યાસ્ક્ર્મો આવે છે, તે તમે ભવિષ્યમાં આગળ કારકિર્દી માટે ભણી શકો, પણ આ બધી ચીજો ખાલી તમારી ગાડી માટે ના પૈડાં માત્ર જ છે, પૈડાંભી પૂરા નહીં, હવા વગરના. એમાં હવા ભરવા માટે તમારે તમારા વ્યક્તિત્વ અને બોલીને સુધારી લોકો સુધી પહોચવું પડશે, લોકો માટે મસીહા બનીને આગળ આવવું પડશે, એમાં તમે ખાલી સારા હોવાનું નાટક કરીને બહુ વધારે આગળ નહીં આવી શકો કેમ કે આજે નઇ તો કાલે પબ્લિક સમક્ષ સત્ય બહાર આવશે જ અને તે તમારા લક્ષ્યમાં બાધા લાવશે એટલે લોકો ની સેવા કરવાના ઈરાદાથી જ કામ કરશો એ કામ તમોને રાજકારણમાં આગળ લાવશે. હવે થોડી પ્રેક્ટિકલ વાત, તમે જો સામાન્ય પરિવારમાથી આવતા હશો તો આ કામ થોડું અઘરું બની શકે, કોઈ મોટા કદાવર નેતાના પક્ષમાં જોડાઈ શકો, એમના માટે કામ કરો અને કાર્યકર્તા તરીકે એ પક્ષની વિચારધારાને પોતાના ક્ષેત્રમાં ફેલાવશો અને લોકો વચ્ચે પોતાની લોકપ્રિયતા વધારી શકો. ઘણી વખત થોડી ઘણી ચાણક્યનીતિ પણ વાપરવી પડશે, બે ખોટા વચ્ચે ઓછા ખોટાને પસંદ કરવા પડશે, વિવાદોથી બચવું પડશે, વિવાદોમાં આવી જાવ તો તેનો સામનો સારી રીતે કરવો પડસે, પોતાની છબી ખરાબ ના થાય તેના માટે ઘણા કડવા ઘૂંટડા પીવા પડસે, એટ્લે દસ પછી જે કરો એ પણ જ્યાં સુધી તમે લોકો માટે આગેવાન સાબિત નઇ થાવ ત્યાં સુધી પ્રધાનમંત્રી તો દૂરની વાત છે, પોતાના મતવિસ્તારમાં ભી તમે એમએલએ નહીં બની શકો. વિરોધપક્ષને પણ કઈ રીતે આંટીમાં લેવાથી લઈને જટિલ પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે લાવવો એ બાબતે કોઈ કોર્સ નથી ને નથી તો ક્યારેય બનવાનો, એના માટે આ જે જીવનરૂપિ શિક્ષક છે, એ જ તમોને આગળ લાવી શકે. આભાર. આશા રાખું છું કે અમુક અંશે હું આ સવાલ નો જવાબ આપી શક્યો. બાકી આ દુનિયામાં કઈ જ અશક્ય નથી, એક ચા વાળો કઈ રીતે પ્રધાનમંત્રી બન્યો એ આપની નજર સમક્ષ જ છે, અંતે એટલું જ કહીશ, "દુનિયા ઝૂક્તી હે, ઝૂકાને વાલા ચાહીયે". - અંકિત શેલડિયા
|
અંકિત
|