મારૂ તો કહવું એવું છે કે પોતાની જાત ને પ્રેમ કરવો માત્ર જરૂરી જ નહીં પણ ફરજિયાત અને અનિવાર્ય છે.
આપણાં ધાર્મિક ગ્રંથોનું માનીયે તો હજારો લખો યોનિચક્રમાંથી પસાર થયા બાદ આપણને મનુષ્ય તરીકે જન્મ મળયો છે. એટલે જ આપણે આ પ્રશ્ન પૂછવા માટે સમર્થ બન્યા. આ અમૂલ્ય જીવનમાં મળેલ આ તન અને મનની કાળજી રાખવી, એનું જતન કરવું એ તમારી ફરજ બને. આપણે કોઈ જાનવરની જેમ જીવન જીવીને તમને મળેલ આ જીવન અને પેલી દિવ્યશક્તિઓનું તમે અપમાન કર્યું કેહવાય. થોડુક હજુ આગળ વિચારો તો પ્રેમની સાથે સાથે આપણે પોતાની જાત ને સમજવાની પણ જરૂર છે. શરીરને તાજું માજુ રાખવું અને માનસિક રીતે પણ સવ્સ્થ રહવું, જેથી કરીને તમે પોતાની જાતનો તો ઉધ્ધાર તો કરશો જ પણ સાથે સાથે તમારી આસપાસના બધા લોકોને પણ આગળ લઈ આવશો. જો પ્રેમ જ નઇ હોય, કે પછી જાતમાટે કઈ સારું કરવાની ઇચ્છા જ નઇ હોય તો જીવન જીવવા માટે કશું બાકી જ નઇ રહે. અંગ્રેજીમાં કેહવાય છે કે ભગવાન પણ એમની જ મદદ કરે છે, જે ખુદ પોતાની મદદ કરવા તૈયાર હોય છે. જીવનમાં એવા ઘણા દિવસો આવશે કે ત્યાં માત્ર નિરાશા નિરાશા જ દેખાશે, આગળ શું કરવું એ કઈ ખબર નઇ પડે, માત્ર અંધકાર જ અંધકાર જ હશે, એ સમયે કોઈ બહારથી તમારી મદદે નઇ આવે, એ જ સમયે જે આ જાતપ્રેમ છે જે તમને દીવાની જેમ આ અંધકાર સામે લડવા માટે મદદરૂપ થસે, એટલે થાય એટલો પ્રેમ કરો પોતાની જાત ને. બાકી બહેન કરીના એ જબ વી મેટ માં કીધું એમ, તમે તમારી જાત ના ફેવરીટ બની જાવ. બાકી મજા આવે તો જણાવો કમેંટ કરી ને, બાકી મને તો મારા જવાબો આપી ને તો જલસો પડી જ જાય છે, કેમ કે મને પણ હું ખૂબ ગમુ છુ. આવજો. -અંકિત શેલડીયા |
અંકિત
|