જો આ અઘરા એવા શબ્દની વ્યાખ્યા કરવા બેસીએ તો સીધો મતલબ કોઈ બીજા પર આધાર રાખવો નહીં એ, અને જે આપણને જરૂરી હોય એ આપણે જાતે જ પૂરું પડી એ. એક રીતે સંપૂર્ણ આઝાદી બાહ્ય પરિબળો અને પરિસ્થિતી થી. આમ વ્યાખ્યા પર થી જોઇયે તો કઈ ખોટું છે નઇ આત્મનિર્ભર બનવામાં. આપણે જૂના જમાનાની વાત કરીયે તો ગામડાઓ એક રીતે આત્મનિર્ભર જ હતા, ગામ ને જે જરૂર પડે એ બધુ ગામમાં થી જ મળી રહતું. અલગ અલગ જાતીધર્મના માણસોએ ગામની જવાબદારીઓ પોતા પર લઈ લીધેલી. સાયકલના પંચરથી લઈને વાળ કે ટ્રેક્ટરને લગતી મદદ કોઈ ને કોઈ કરી નાખતું, લગ્ન પ્રસંગ હોય તો ગામના લોકો જ કેટરીગનું કામ ને રસોઈયા બની જતાં, અને આખો પ્રસંગ કોઈ પરિવારના બદલે આખા ગામનો પ્રસંગ બની જતો. તો આજે આઝાદીને આટ આટલા વર્ષો પછી આત્મનિર્ભર બનવાની વાત આવી એનો અર્થ તો એ જ થાય કે આપણે હવે આત્મનિર્ભર નથી રહ્યા જે આપણે પેલા હતા. આપણે હવે નાના નાના કામ માટે પણ બીજા લોકો પર આધાર રાખતા થઈ ગયા છીયે. ઘરે નોકરચાકર હોય કે અમુક ધંધામાં આપણને બેસીને હુકમ કરવાની ટેવ પડી ગઈ છે, જે મેહનત પેહલા કરતાં એ નથી કરતાં કેમ કે ઘણી વસ્તુ આંગળીના ટેરવેથી કરવા માંડ્યા, હદ તો ત્યારે આવી કે હવે બહારનું ખાવા માટે બહાર પણ નથી જવું પડતું બેઠા બેઠા ઓર્ડર આપીએ તો માણસ ઘરે આવી ને દઈ જાય. આ બધી બાબતો તદન સામાન્ય છે આપણે એમાં આત્મનિર્ભર બનવાની તો વાત પણ નઇ કરી આપણાં મોદી સાહેબે. મોદી સાહેબે દેશની વાત કરી કે આપણે આ વાયરસના લીધે ઊભી થયેલી આર્થિક સમસ્યાનો સામનો આપણે દેશને આત્મનિર્ભર બનાવી ને કરીયે. તો એનો એક અર્થ એ થાય કે અત્યારે આ દેશ આત્મનિર્ભર નથી, અને નથી તો એના માટે કોણ જવાબદાર? મોદી સાહેબના ઘણા ભાષણોમાં આનો જવાબ શોધીએ તો એ કોંગ્રેસ પાર્ટી ને જવાબદાર ગણાવે છે. અને આપણે માની પણ લઈએ, અને માન્યું છે એટલે તો મોદી સાહેબને પધાનમંત્રી બનાવ્યા છે, એ વાત ને પણ આવતી ૨૬ મે ના રોજ ૬ વર્ષ પૂરા થસે, તો હવે સવાલ એમને પૂછવાનો સમય પણ આવી ગયો છે કે, તમે ભારત ની રાજગાદી સંભાળી પછીથી તમારા થકી કેટલા એવા કામો થયા અથવા ચાલુ કરવામાં આવ્યા જેથી ભારત આત્મનિર્ભર બનવા તરફ આગળ વધે. જો એ કામો નથી થયા તો કેમ નથી થયા અને જો થયા છે તો હજુ એમનું પરિણામ અથવા લાભ છેવાડાના લોકો સુધી પહોચ્યો છે કે કેમ. આ વસ્તુમાં આપણે આપણાં જ ઉધ્યોગોને અને વસ્તુઓને લોકો સુધી પહોચડવાની છે, જેથી કરીને ભારતે જીવનજરૂરી વસ્તુઓ અને ટેકનીક માટે કોઈ દેશને મોંઘી કીમતો ચૂકવવી ના પડે. અને દેશની GDP અને અર્થ વયવસ્થાને ફાયદો પહોચે. આમાં એવી કંપનીઓ ને પણ સામેલ કરવી પડે જે ભલે મૂળ વિદેશથી આવી હોય પણ એ ભારતમાં રોકાણ કરતી હોય, કેમ કે એ કંપનીઓ ભારતીયો માટે રોજગાર તો પૂરું પાડે જ છે અને ઘણી વખત નવી ટેક્નોલોજી પણ સાથે લઈને આવે છે. મહત્વની વાત છે મેડ ઇન ઈન્ડિયા છે કે નઇ એ. - અંકિત શેલડિયા |
અંકિત
|