• Home
  • Dreamer's Blog
  • વટ થી ગુજરાતી
  • Meetups
  • Contact Me
  • FAQ
MADE FOR DREAMERS
  • Home
  • Dreamer's Blog
  • વટ થી ગુજરાતી
  • Meetups
  • Contact Me
  • FAQ

​વટ થી ગુજરાતી

ભારત દેશમાં જાતિગત ભેદભાવ સમાપ્ત થઇ જાય તે માટે સરકારે શું કરવું જોઈએ?

26/4/2021

Comments

 
Picture
એમાં સરકાર ને કઈ કરવાનું જ નથી, જે કઈ કરવાનું તે આપણે લોકો એ કરવાનું છે, જાતિવાદ નો ફાયદો ઉઠાવીને તો આજકાલ સરકારો બને છે ને આગળ પણ બનતી આવી છે. સમાજ જાતે ના સુધરે ત્યાં સુધી આ જાતિવાદનો રાક્ષસ રહેશે ભારત દેશ માં.આજ કાલ રામાયણ ને મહાભારત ખાસ્સી એવી ચગી છે, આપણી ભાગવત ગીતા ભગવાન શ્રી ક્રુષ્ણ એ અર્જુન ને કીધેલી એ જગજાહેર છે, ને મારૂ ને તમારું બધાનું માનવું છે કે ગીતામાં જે વાત કહેવામા આવેલી છે એ સમગ્ર સંસાર નો સાર છે. પણ આપણે દુનિયાની બધી જ વસ્તુનો અનર્થ કાઢવામાં પાછળ પડતાં નથી, હજુ હમણાં જ આવેલો કોરોના વાઇરસ ને ભી આપણે તહેવાર ની જેમ ઉજવી કાઢ્યો. વાત ની ગંભીરતા ને સમજવા કરતાં વાત ને જ હવા માં કાઢી મૂકી. આમ તો આપણે બધા મોટી મોટી વાતો કરવામાં પાછળ તો કસે પડતાં નથી. તો વાત હતી ગીતાની કે ભગવાન શ્રી ક્રુષ્ણ એ એમ કીધેલું કે કોઈ પણ માણસ જન્મ થી નહીં પણ કામથી કે કર્મથી બ્રાહ્મણ કે શુદ્ર હોય છે. આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વેશ્ય કે પછી શુદ્ર માણસ ના ગુણ અને કર્મ ના આધાર પર ભગવાન શ્રી ક્રુષ્ણ દ્વારા રચિત છે.

પહેલા જ્યારે બ્રાહ્મણ નો છોકરો વ્યવસાય કરે તો એ ભી વેશ્યમાં ગણવામાં આવતો. બીજી કોઈ પણ મગજમારી કે ભેદભાવ નતો. પણ અમુક એ સમયના કટ્ટર જાતિવાદીઓ એ જે ગીતામાં લખેલું છે એને પોતાના સ્વાર્થ માટે બદલી નાખ્યું. ત્યારે કોઈ સરકારને ચૂંટવાની નહોતી તો પણ એ સમયના અસૂરોએ જે વસ્તુ કર્મના આધારે હતી એને જન્મના આધારે કરવા લાગ્યા. Divide and rule. જે વસ્તુ ધર્મમાં હતી જ નઇ તેને ધર્મ નો ભાગ ગણવામાં આવવા લાગ્યો. અને ઘણા એક્લ્વ્યોએ પોતાનો અંગુઠો ગુમાવ્યો.

આ જાતિવાદ એટલી હદે લોકો ના મનમાં ઘર કરી ગયો કે લોકોમાં રહેલો ભાઈચારો દૂર થયો, સામાજિક જગડાઓ થવા લાગ્યા.આજે પણ બધા લોકો WhatsApp માં સવાર સવાર ના આખા ગામ ને સારા સુવિચાર મોકલશે પણ એ વાત ને ગળે નઇ ઉતારે. એ જ મોટી મોટી વાતો ને હું તો ભાઈ વડાપાંવ ખાતો. કોઈ જે લાયક હોય તેને સારા પદો માં થી બાકાત અને નાલાયકને આગલ કરવામાં આવે છે. આ એક એવી વસ્તુ છે, જે તમને સામે વાળા વ્યક્તીને મળ્યા પહેલા જ નફરત કરવા પર મજબૂર કરી દેય છે. આ જે નફરત ને બેહદભાવ છે તેનો ફાયદો રાજકારણી ઉઠાવી લે 6. દરેક પોતાની જાતિને શ્રેસ્ઠ માને છે, પણ એ લોકો એ વાત ભૂલી જાય છે કે જાતી મહાન નથી હોતી, માણસ ના ગુણ એને મહાન બનાવે છે. સારા ગુણો ધરાવતો માણસ આખી દુનિયા બદલી સકે છે. પણ નઇ આ જાતી ના તેવા ને ફલાની જાતી ના આવા, આપણે આ બધી વાતોમાં થી જ ઊંચા નઇ આવતા.

અમુક સોસાયટીમાં અમુક લોકો ને જ રેહવા દેવામાં આવે ને ,અમુક જાતી માં જ લગ્ન કરવાના ને, આ જાતી ના લોકો એ આજ કામ કરવું ને આ જાતી ના લોકો એ પેલુ. આ બધી વાતો એ તો હવે ગામ ગાંડું કર્યું, તોડફોડ ને જાનમાલને નુકસાન કર્યું એ અલગ. પછી એ પટેલ નું આંદોલન, જાટોનું કે પછી ગુર્જર આંદોલન. આ બધા આંદોલનો એ કર્યું તો છેલ્લે દેશનું નુકસાન જ. એવું નઇ કે ખાલી અભણ લોકો જ આ જાતિવાદ ને માને છે, એવા ભણેલા ગણેલા નમુનાઓ નો ભી પાર નથી. આ સમસ્યા એ હદે સમાજ માં પાંગરી ગઈ છે કે કદાચ કોરોના ની દવા ને રસી મળી જશે થોડા સમયમાં પણ આ સમસ્યા નું ક્યારે નિરાકરણ આવશે એ કહવું મુશ્કેલ.

દેશભક્તિના મોટામોટા ફાંકા જિંકવા વાળા હજારો નમુનાઓ મળી રહેસે, એ જ નમુનાઓ ને જાતિવાદ દૂર કરવા માટે કઈ કહેવામા આવે તો મોઢું દિવેલ પીધેલું હોય એમ કરી દેશે. જાતિવાદ એ ભારત જેવા મહાન દેશ માટે કલંક છે, એને દૂર કર્યા સિવાય અખંડ અને શક્તિશાળી ભારતની કલ્પના કરવી એ માત્ર એક ડંફાસમાત્ર જ છે બીજું કઈ નઇ. સરદાર ની ને ગાંધીજીની વાતો કરવા વાળા નેતાઓ જ જાતી સમ્મેલનો ને એ બધુ કરે ને આપણાં બધા મૂરખાઓ હોંસે હોંસે જાય પણ ખરા. જો ભણ્યા ગણ્યા પછી પણ તમારે કોઈ માણસને પારખવા માટે તેની જાતી પૂછતાં હો તો બધુ ભણતર ને ગણતર એળે ગયુ એમ સમજવું.
​

કેહવા બેસીએ તો હજુ ભી કેહવાય પણ બધુ બેહરા સમાજ ને ક્યાં સાંભળવામાં રસ છે, એમ ભી સમય કોરોના નો છે ને ક્યાં આ બધી વાતો લઈને બેઠો હું, સુધરાય તો સુધરો નઇ તો ભગવાન બધાનું ભલું કરે.

​-Ankit SHELADIYA



નોંધ : અહી ઘણા ફોટોસ પર મારો કોઈ હક નથી, તે બધા જ લોકોને ખ્યાલ આવે એટલા માટે ગૂગલ પરથી લીધેલ છે, જો કોઈ ફોટો કૉપીરાઈટ કે મૂળ ધારકને ના ગમે તો મને જણાવશો, એ ફોટો હું હટાવી લઇશ. આભાર.
Comments
    Picture

    અંકિત
    શેલડિયા

    અસામાન્ય રીતવાળો એક સામાન્ય એન્જિનિયર.

    જ્યારે પણ શક્ય હોય ત્યાં મુસાફરી કરવાનું પસંદ છે, અત્યાર સુધીમાં ઘણા યુરોપિયન દેશો અને ભારતીય રાજ્યોની મુલાકાત લીધી છે. વાત કરવાનું પસંદ કરે છે, પરંતુ મુસાફરી હંમેશાં એકલા શરૂ કરે છે, અને પાછા જતા સમયે ઓછામાં ઓછા એક WhatsApp Group સાથે આવે છે જેમાં ઘણા વાસ્તવિક લોકો પ્રવાસ દરમિયાન મળ્યા હોય એનો સમાવેશ થયેલ હોય છે. વાંચન અને લેખનને પણ પસંદ છે, વિષયો તેના પોતાના જીવનના અનુભવ સાથે સંબંધિત છે અને ખુલ્લા હૃદયથી લખે છે જે લખે છે તે રાજદ્વારી રીતે યોગ્ય હોય છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, જર્મન બોલી અને લખી શકે છે. આજકાલ સ્પેનિશ અને રશિયન શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

    Archives

    April 2021
    March 2021

    Categories

    All
    આત્મનિર્ભરતા
    ખાણીપીણી
    ગુજરાતી ભાષા
    જાતપ્રેમ
    બુલેટ ટ્રીપ
    ભારત દેશ
    મોટીવેશનલ

    RSS Feed

Powered by Create your own unique website with customizable templates.
  • Home
  • Dreamer's Blog
  • વટ થી ગુજરાતી
  • Meetups
  • Contact Me
  • FAQ