- ભારતના એસયૂવી સેકટરનો એક મોટો હિસ્સો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વર્ચસ્વ પહેલેથી કાયમ છે - દેશના 60.5 ટકા એસયૂવી માર્કેટ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો કબ્જો છે - મહિન્દ્રાની આ નવી એસયૂવીને એક્સયૂવી 500 નામ આપવામાં આવ્યું છે - આ મહિન્દ્રાની પહેલી ગ્લોબલ પ્લેટફોર્મ પર તૈયાર થનાર એસયૂવી છે - કંપનીએ આ કારને દુનિયાના કેટલાંક હિસ્સામાં ટેસ્ટ માટે મોકલી છે - હાલ કંપનીએ તેના લોન્ચિંગની ડેટ અને તેની કિંમત અંગે કોઇ ખુલાસો કર્યો નથી ભારતમાં ધૂમ મચાવશે મહિન્દ્રા ગ્રૂપ એક પોતાની નેક્સ્ટ જનરેશન એસયૂવી પર ઝડપથી કરી રહ્યું છે. આ એસયૂવી ભારતમાં અન્ય કાર કંપનીઓને જોરદાર પડકારશે. ભારતના એસયૂવી સેકટરનો એક મોટો હિસ્સો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વર્ચસ્વ પહેલેથી કાયમ છે, દેશના 60.5 ટકા એસયૂવી માર્કેટ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો કબ્જો છે. જેમાં બોલેરો દેશની સૌથી વધુ વેચાતી કાર છે. આ કાર કંપનીએ 2000માં લોન્ચ કરી હતી, ત્યારબાદ જાયલો અને સ્કોર્પિયોનો નંબર આવે છે.
મહિન્દ્રાની આ નવી એસયૂવીને એક્સયૂવી 500 નામ આપવામાં આવ્યું છે. આ મહિન્દ્રાની પહેલી ગ્લોબલ પ્લેટફોર્મ પર તૈયાર થનાર એસયૂવી છે. કંપનીએ આ કારને દુનિયાના કેટલાંક હિસ્સામાં ટેસ્ટ માટે મોકલી છે, જેમાં દક્ષિણ આફ્રિકા, ભારત અને યુરોપના કેટલાંક દેશ સામેલ છે. તેનો હેતુ સ્કોર્પિયો અને હાઇ એન્ડ એસયૂવીની વચ્ચેની કેટેગરીને બનાવાનો હતો. મહિન્દ્રા કંપની ઘણા સમયથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. આ એસયુવીનું નિર્માણ મહિન્દ્રાના મહારાષ્ટ્ર સ્થિત ચાકનમાં થઇ રહ્યું છે. આ તક પર એમએન્ડએમના ચીફ એક્ઝિક્યુટિવ ઓટોમોટિવ રાજેશ જેજુરિકરે કહ્યું કે એસયૂવી 500 એસયૂવી ક્ષેત્રમાં એક મિલનો પત્થર સાબિત થશે. અમને પૂરી આશા છે કે એસયૂવી 500 એસયૂવી સેગમેન્ટમાં પોતાની મજબૂત પકડ બનાવી લેશે. હાલ કંપનીએ તેના લોન્ચિંગની ડેટ અને તેની કિંમત અંગે કોઇ ખુલાસો કર્યો નથી. |
Ankit
|