કોમ્પેક્ટ કાર એટલે કે ફેમિલી કારનું માર્કેટ દુનિયાભરમાં દિવસેને દિવસે વધતુ જાય છે. યુરોપના દેશઓમાં સી સેગમેન્ટમાં આ કારોનું વેચાણ ઘણા વર્ષોથી થાય છે. પરંતુ એશિયામાં હવે ઇંધણ મોંઘુ થતા અને પર્યાવરણ વગેરેના પ્રશ્નોને ધ્યાનમાં રાખતા હવે નાની કારોનું માર્કટ વધતુ જાય છે. ત્યારે આવો આપણે જાણીએ દુનિયાની નવી અને સ્માર્ટેસ્ટ સ્મોલ કારની તસવીરો અને તેની માહિતી. ટાટા પિક્સલ:ટાટા મોટર્સે આ કાર ભારતીય બજાર માટે નહીં પણ યરોપિયન માર્કેટ માટે તૈયાર કરી છે. આ કાર 1200 સીસી એન્જિનની હશે. આ કાર 2013માં રિલીઝ કરવાની છે. તેની કિંમત હજુ નક્કી કરાઇ નથી. રેવા NXR:આ કાર દિલ્હીના ઓટો એક્સપોમાં 2012માં સત્તાવાર રીતે પ્રદર્શિત કરાઇ હતી. આ નવી ઇલેક્ટ્રિક કારની કિંમત રૂપિયા 50000 રખાઇ છે. ટેંગો 600: ટેંગો 600 દુનિયાની સૌથી ઝડપી અર્બન ઇલેક્ટ્રિક કાર છે. જેની કિંમત 108000 ડોલર એટલે અંદાજે રૂપિયા 49,84,200ની છે. માયએર્સ મોટર્સ ડ્યુઓ (Myers Motors Duo): આ કાર ઓઇલથી ચાલતી નથી. આ કારને બાઇકના આકારમાં તૈયાર કરાઇ છે. જેની કિંમત 30000 ડોલર એટલે કે અંદાજે રૂપિયા 1384500 છે. એસ્ટન માર્ટિન સાયજન્ટ (Aston Martin Cygnet): આ ટોયોટાની આઇક્યુ પર આધારિત કાર છે. જેની કિંમત 50000 ડોલર એટલે કે અંદાજે 2308010 રૂપિયાની છે. રોલસ-રોયસ મિની: દુનિયાભરમાં આ મિની કારના 1000 મોડલ જ છે. આ કારની કિંમત 68000 ડોલર એટલે કે અંદાજે 3137860 રૂપિયા છે. આલ્ફા રોમિયો મિટો (Alfa Romeo MiTo): આ કારની કિંમત 23000 ડોલર કરતાં વધુ છે. એટલે કે અંદાજે 1061471 રૂપિયાની થાય છે. ફોર્ડ કા (Ford Ka): ફોર્ડની આ કાર ફરીથી ડિઝાઇનકરીને લોન્ચ કરાઇ છે. તેની કિંમત 14000 ડોલર એટલે કે અંદાજે રૂપિયા 646170 છે. ફોક્સવેગન XL1: આ કાર 2002માં લોન્ચ કરાઇ હતી. |
Ankit
|