જર્મન કાર નિર્માતા કંપની મર્સીડીઝ બેન્ઝ ભારતીય બજારમાં ટૂંક સમયમાં જ નાની લક્ઝરી કાર રજૂ કરનાર છે. મર્સીડીઝે ગત ગુરુવારે ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પોતાની શાનદાર લક્ઝરી સેડાન સી ક્લાસ કાર રજૂ કરી. હાલના સમયમાં કંપની ભારતીય યુવાઓને પોતાનો નવો ટારગેટ બનાવી રહી છે. ભારતમાં લક્ઝરી કારોની શ્રેણીમાં મર્સીડીઝે શાનદાર સફળતા મેળવી છે અને ધીમે-ધીમે ભારતીય યુવાઓ મર્સીડીઝ બેન્ઝ તરફ ઝડપથી વળી રહ્યા છે.
ભારતીય યુવાઓની મોંઘી અને લક્ઝરી કારો તરફની પસંદગીને જોતા કંપનીએ પોતાની વ્યાવસાયિક નીતિમાં આ પરિવર્તન કર્યું છે. ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પહેલેથી જ હેચબેક કારોની બોલબાલા રહી છે, પછી તે મારૂતિની 800, વેગનઆર, સ્વિફ્ટ કે પછી હ્યુન્ડાઇની સેન્ટ્રો જ કેમ ન હોય. આ તમામ કારોએ ભારતીય બજારમાં બહુ સારું પ્રદર્શન કર્યું છે. હેચબેક કારોમાં સૌથી મોટો ખરીદદાર વર્ગ ભારતીય યુવા જ છે. યુવાઓમાં નાની કારોનો જોરદાર ક્રેઝ દેખાઇ રહ્યો છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને મર્સીડીઝ પણ ભારતીય યુવાઓના આ શોખનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા ઇચ્છે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મર્સીડીઝ આગામી વર્ષ સુધીમાં ભારતીય બજારમાં એક નવી લક્ઝરી નાની કાર રજૂ કરશે. કાર મારૂતિની સ્વીફ્ટ કે પછી હ્યુન્ડાઇની સેન્ટ્રો જેવી નહીં હોય. આ કારને કંપની લક્ઝરી પ્રિમિયમ હેચબેક તરીકે રજૂ કરશે. હાલ તો કંપનીએ પોતાની આ નવી કારની કીમત વિષે કોઇ જાણકારી નથી આપી રહી, પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે તે મર્સીડીઝની આ નાની કારની કીમત લગભગ 15 લાખ રૂપિયાની આસપાસ રહેશે. આ સિવાય કંપની આ કારને ભવિષ્યમાં દિલ્હીમાં યોજાતા ઓટો એક્સપોમાં પણ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. |
Ankit
|