દેશની મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝૂકીનું ચાલુ નાણાકીય વર્ષના ઓગસ્ટ માસમાં વેચાણ ૧૨.૭૪ ટકા ઘટીને ૯૧,૪૪૨ યુનિટ રહ્યું હતું. કંપનીએ ગત વર્ષના સમીક્ષા ગાળામાં ૧,૦૪,૭૯૧ યુનિટનું વેચાણ નોંધાવ્યું હતું. સ્થાનિક બજારોમાં કંપનીએ ૭૭,૦૮૬ યુનિટ વેચાણ કર્યું હતું. જે ગત વર્ષની ૯૨,૬૭૪ યુનિટની તુલનાએ ૧૬.૮૨ ટકાનો ઘટાડો દર્શાવે છે. ઓગસ્ટમાં એમએસઆઈની નિકાસ ૧૮.૪૮ ટકા વધીને ૧૪,૩૫૬ યુનિટ થઈ હતી જે ગત વર્ષના સમાન ગાળામાં ૧૨,૧૧૭ યુનિટ રહી હતી. સ્થાનિક માર્કેટમાં કંપનીની કુલ પેસેન્જર કારનું વેચાણ ૧૯.૨૧ ટકા ઘટીને ૬૩,૨૯૬ યુનિટ રહ્યું હતું. જે ગત વર્ષના સમાન ગાળામાં ૭૮,૩૫૧ યુનિટ રહ્યું હતું.
દરમિયાનમાં ૨૦૧૧ના ઓગસ્ટ માસમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના વેચાણમાં ૩૦ ટકાનો ઉછાળો થતાં ૩૭,૬૮૪ યુનિટ રહ્યું હતું. જે ગત વર્ષના સમાન ગાળામાં ૨૮,૯૦૩ યુનિટ રહ્યું હતું. સ્થાનિક બજારમાં કંપનીએ પોતાના વેચાણમાં ૩૧.૦૯ ટકાનો વધારો કરતાં ૩૫,૭૫૬ યુનિટ કર્યું હતું. જે ગત વર્ષના સમીક્ષા ગાળામાં ૨૭,૨૭૫ યુનિટ થયું હતું. કંપનીના થ્રી વ્હિલ વાહનોના વેચાણમાં ૨૬.૦૧ ટકાનો વધારો થતાં ૬,૩૯૪ યુનિટ રહ્યું હતું. ફોર વ્હિલરનું વેચાણ ૬૬.૭૭ ટકા વધીને ૧૨,૫૬૩ યુનિટ અને લાઈટ કોર્મિશયલ વાહનોનું વેચાણ ૧,૧૩૫ યુનિટ રહ્યું હતું. એમ એન્ડ એમની નિકાસ ૧૮.૪૩ ટકા વધીને ૧,૯૨૮ યુનિટ રહી હતી. તેમજ ટોયોટા કિર્લોસ્કરનું ચાલુ નાણાકીય વર્ષના ઓગસ્ટ મહિનામાં વેચાણ ૮૩.૮૨ ટકા વધીને ૧૧,૬૯૩ યુનિટ નોંધાયું હતું. જે ગત વર્ષના સમાન ગાળામાં ૬,૩૬૧ યુનિટ રહ્યું હતું. ૨૦૧૧નાઓગસ્ટ મહિનામાં સ્કોડાના વેચાણમાં ૨૦ ટકાની વૃદ્ધી થતાં ૧,૮૧૨ યુનિટ થયું હતું. જે ૨૦૧૦માં ૧,૫૧૨ યુનિટ રહ્યું હતું. તેમજ આ ગાળામાં હિરો મોટોકોર્પનું વેચાણ ૧૮.૬૧ ટકા વધીને ૫,૦૩,૬૫૪ યુનિટ રહ્યું હતું. જે ગત વર્ષના સમિક્ષા ગાળામાં ૪,૨૪,૬૧૭ યુનિટ રહ્યું હતું. ચાલુ નાણાંકિય વર્ષના ઓગસ્ટ મહિનામાં હોન્ડાના વેચાણમાં ૨૫ ટકાનો વધારો થતાં ૬,૯૦૭ યુનિટ થયું હતું. જે ગત વર્ષના સમાન ગાળામાં ૫,૫૧૮ યુનિટ નોંધાયું હતું. કંપની વધારો(%માં) યુનિટ એમ એન્ડ એમ ૩૦ ૩૭,૬૮૪ ટોયોટા કિર્લોસ્કર ૮૩.૮૨ ૧૧,૬૯૩ સ્કોડા ૨૦ ૧,૮૧૨ હિરો મોટોકોર્પ ૧૮.૬૧ ૫,૦૩,૬૫૪ હોન્ડા ૨૫ ૬,૯૦૭ |
Ankit
|