બ્રિટનના એક કપલ પાસે એવી કાર છે જે છેલ્લા 107 વર્ષોથી એકપણ વખત ખરાબ નથી થઇ.એક સિલિન્ડરની આ કાર એક લીટર ઈંધણમાં 17 કિલોમીટર સુધીની યાત્રા કરે છે. આ કારની વધુમાં વધુ ઝડપ 46 કિલોમીટર પ્રતિ કલાક છે.
વર્ષ 1904માં બનેલી આ બે સીટવાળી વોલ્સેલે-6 કારની હાલ બહુ સારી છે અને હાલમાં જ વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા કરાવવામાં આવેલું પરીક્ષણ પાસ કર્યું છે. આ કારના માલિક બ્રાયન કેસલી છે જેઓ દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડના ડોરસેટ કાઉન્ટીમાં રહે છે. તેમણે આ કારને પોતાના એક મિત્ર પાસેથી 2004માં ખરીદી હતી.બ્રાયનની પત્ની પેટે કહ્યું, "આ કાર ક્યારેય ખરાબ નથી થઇ. તે બિલકુલ એ જ હાલતમાં છે, જેવી (નવી ખરીદી વખતે) ફેક્ટરીની બહાર નીકળી હતી." |
Ankit
|