• Home
  • Dreamer's Blog
  • વટ થી ગુજરાતી
  • Meetups
  • Contact Me
  • FAQ
MADE FOR DREAMERS
  • Home
  • Dreamer's Blog
  • વટ થી ગુજરાતી
  • Meetups
  • Contact Me
  • FAQ

​વટ થી ગુજરાતી

સુરતમાં ખાવાની વાનગીમાં શું શું વખણાય છે?

23/4/2021

Comments

 
સુરતમાં એવી ઘણી બધી વાનગીઓ છે જે માત્ર સુરતમાં જ ખાવા મળે અને જે સુરતમાં એનો જે સ્વાદ આવે એ તમને દુનિયામાં બીજે ક્યાય ના મળે. તો ચાલુ કરીયે સુરતની એ મનગમતી અને પ્રખ્યાત વાનગીઓ ની યાદી...

​૧. સુરતનો લોચો

Picture
આ વાનગી તમને લારી થી લઈને ગોપાલ લોચો ની ફેંચાઇજી બધે જ મળી રહેશે, તેલ અને બટરમાં એ તરબતર હોય અને સેવ, કાંદા ને મસાલા થી જીભને સ્વાદના ચકડોડે ચડાવી દે, એવો આ લોચો એક રીતે જોવા જઇયે તો ખમણનો નાનો ભાઈ જ છે. ભાવ માત્ર ૧૦ થી ૨૦ રૂપિયા,વધારામાં તેલ બટર ને બીજી કોઈ વેરાઇટી.

​૨. સુરતની આલુપુરી

Picture
આ આઈટમ તમને સુરત સિવાય ભાગ્યે જ કોઈ જગ્યાએ મળશે. સુરતમાં ભી રાંદેરની આલુપુરી ખાવા લોકો સુરત ના ખૂણે ખૂણે થી આવે. આલુપુરીમાં ભી છેલ્લા ઘણા વર્ષોથી ઇનોવેશન આવેલ છે, એને લોકો લાઈવ આલુપુરી તરીકે ઓળખે છે, તેમાં જે નીચેની પૂરી છે એ તાજે તાજી ગરમા ગરમ તળીને ને તેના પેર કોકમ, બટાકા વટાણાની ગ્રેવી, લસણની ચટણી, સેવ, કાંદા કોબી લીલું લસણ ને જેવી જેમની શ્રધ્ધા એ પ્રમાણે તેના પેર ટોપિંગ કરીને તમોને પીરસવામાં આવે છે. ભાવ વધી ને ૨૫ રૂપિયા વિથ ચીજ.

​૩. સુરતના ખાવશા (બ્ર્મિજના ખાવશા)

Picture
આ આઈટમ પણ સુરતના રાંદેરથી થઈ ને આજે સુરતના ખૂણે ખૂણે લોકોના સ્વાદના ક્વોટામાં પોતાનું મોટું યોગદાન આપે છે. એક રીતે કહો તો ખાવશામાં સ્વાદનું સમ્મેલન થાય. બધા જ પ્ર્કારના સ્વાદોમાં, તીખું, મોળું, લીલું ને લાલ બધુ ભેગું કરી ને સૂપ જેવી આ આઈટમ પાપડી ને નૂડલ સાથે એક વખત તો ખાવા જેવી જ છે.

​૪. સેવ ખમણી

Picture
પેલી ૩ આઈટમ એક રીતે મોડર્ન કહી સકો, નવી નવી પ્રખ્યાત થઈ હોય એમ કહી શકો. આ સેવ ખમણીને તો ઓલ ટાઈમર જ કહેવી પડે, તમારા પપ્પાને ભી ભાવે ને દાદા ને ભી ભાવે એવી આ મૂળ મઢીની ખમણી તરીકે ઓળખાતી વાનગી પર પણ સુરત નો એકાધિકાર છે તેમ કહી સકો.

​૫. રસાવાળા ખમણ

Picture
ખમણના સાસરિયાં પક્ષના એવા આ રસાવાળા ખમણ તમને ખાતા ખાતા આખોમાં થી મોતી પડાવી દે એવા છે. અહિયાં પણ તમે તમારી શ્રધ્ધા પ્રમાણે ઉપર થી તમને મનગમતું ટોપિંગ ભભરાવી શકો છો.

​૬. સુરતી કોલેજીયન ભેળ

Picture
ચટપટી ને કોલેજીયન ભેળમાં પણ સુરત કોઈ ને પહોચવા દે એમ છે નઇ. અહિયાં પણ સુરતમાં વિસ્તાર મુજબ ભેળના માર્કેટના કિંગ હોય છે. વરાછામાં ટકાની ભેળ માટે લોકો ભર બપોરે લાઇનમાં ઊભા રેતા જોયેલા છે. સાદી એવી વાનગીઓ પણ સુરતમાં બોવ સ્પેશિયલ થઈ જાય છે. બોમ્બે ભેળને એક ચમચીમાં ભૂલવાડી દેય એવી આ કોલેજીયનભેળ ભાવમાં પણ સસ્તી ૧૦ થી લઈને ૨૦માં મળી રહસે.

​૭. સુરતી ઊંઘિયું

Picture
ઊંધિયું કદાચ તમે ગુજરાતમાં બીજે કશે ખાધૂ હશે અથવા કોઈ જગ્યાં પર મળતું હશે, પણ એ વહેચાસે તો સુરતી ઊંધિયું તરીકે જ. અહિયાં સ્વાદની સાથે રંગ અને બધા જ જાત ના શાકભાજીનો મેળો કહો તો ખોટું નઇ કહવાય.

​૮. પોંક વડા

Picture
જેવી પોંક ની સીજન આવે એટલે, સુરતમાં ખૂણે ખૂણે પોંક વડાના સ્ટોલ ખૂલી જાય, ખાલી પોંક વડા ને પોંક જ નઇ પણ, સાથે અલગ અલગ સેવનો પણ મોટો એવો વેપાર સુરતમાં થાય. લોકો મુંબઈ થી હલવાનું પેકેટ લઈ ને પોતાના સ્નેહીજનોને મળવા આવે અને સાંજે ધીમે રઇ ને પોંક વડા ખાવાની ઇચ્છા જાહેર કરી દેય.

સુરતની ઘારી અને નાનખટાઈ

બાકી હું ધારું તો હજુ આ યાદીને મસમોટી કરી સકું એમ છું, આજ ના માટે આટલું જ.ઉપર સિવાયની બીજી વાનગીમાં સુરતની ઘારી અને નાનખટાઈ ને ના ભૂલી સકાય

ઘારી

Picture

નાનખટાઈ

Picture
આ ઉપરાંત સાંજે ખાઈ પીને બહાર ટહેલવા જઈએ તો ડંકાવાળાનું પાન પણ યાદ કરવું જોઇયે, ને ઉનાળામાં બરફની ડિશ ખાધા વગર તો ઊંઘ આવે જ નઇ સુરતી લાલા ને. પાછું રવિવારે એક્ટિવા લઈને ડુમસના ભજીયા ખાવાના, એ ભી જેવા તેવા નઇ ટામેટાં ના ભજીયા. બીજી બાજુ સુરતના ઢોસા વિદેશોમાં વિમાનોમાં એક્સપોર્ટ પણ થાય છે.

મીઠા પાન 

Picture

​ટામેટાં ના ભજીયા

Picture
​આ બધુ તો ઠીક તમે યૂટ્યૂબ પર સુરતમાં મળતી ઈંડાની આઇટમો જોશો તો તમે જોતાં જ રઇ જશો. ઈંડા ગોટાળો, ખીમો, અલગ અલગ દેશોના નામની ફ્રાય, એગ ઘારી, તરકારીને બીજી બધુ. તમને અંદાજો આવે એટલા માટે એક શોપનું મેનૂ નીચે મૂકીશ.

ઇંડાની ફેન્સી વેરાયટી મેનુકાર્ડ

Picture
​આ બધુ જોયા ને વાચ્યા પછી મારે કોઈને કહવું નઇ પડે કે લોકો કેમ કહે છે, "સુરતનું જમણ ને કાશીનું મરણ."

આભાર.


તો મળીએ કયારેક સુરતમાં કોઈ ખાણીપીણી ની લારીએ.
નોંધ : આ ફોટોસ પર મારો કોઈ હક નથી, તે બધા જ લોકોને ખ્યાલ આવે એટલા માટે ગૂગલ પરથી લીધેલ છે, જો કોઈ ફોટો કૉપીરઈટ કે મૂળ ધારકને ના ગમે તો મને જણાવશો, એ ફોટો હું હટાવી લઇશ. આભાર. 
નોંધ : અહી ઘણા ફોટોસ પર મારો કોઈ હક નથી, તે બધા જ લોકોને ખ્યાલ આવે એટલા માટે ગૂગલ પરથી લીધેલ છે, જો કોઈ ફોટો કૉપીરાઈટ કે મૂળ ધારકને ના ગમે તો મને જણાવશો, એ ફોટો હું હટાવી લઇશ. આભાર.
Comments
    Picture

    અંકિત
    શેલડિયા

    અસામાન્ય રીતવાળો એક સામાન્ય એન્જિનિયર.

    જ્યારે પણ શક્ય હોય ત્યાં મુસાફરી કરવાનું પસંદ છે, અત્યાર સુધીમાં ઘણા યુરોપિયન દેશો અને ભારતીય રાજ્યોની મુલાકાત લીધી છે. વાત કરવાનું પસંદ કરે છે, પરંતુ મુસાફરી હંમેશાં એકલા શરૂ કરે છે, અને પાછા જતા સમયે ઓછામાં ઓછા એક WhatsApp Group સાથે આવે છે જેમાં ઘણા વાસ્તવિક લોકો પ્રવાસ દરમિયાન મળ્યા હોય એનો સમાવેશ થયેલ હોય છે. વાંચન અને લેખનને પણ પસંદ છે, વિષયો તેના પોતાના જીવનના અનુભવ સાથે સંબંધિત છે અને ખુલ્લા હૃદયથી લખે છે જે લખે છે તે રાજદ્વારી રીતે યોગ્ય હોય છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, જર્મન બોલી અને લખી શકે છે. આજકાલ સ્પેનિશ અને રશિયન શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

    Archives

    April 2021
    March 2021

    Categories

    All
    આત્મનિર્ભરતા
    ખાણીપીણી
    ગુજરાતી ભાષા
    જાતપ્રેમ
    બુલેટ ટ્રીપ
    ભારત દેશ
    મોટીવેશનલ

    RSS Feed

Powered by Create your own unique website with customizable templates.
  • Home
  • Dreamer's Blog
  • વટ થી ગુજરાતી
  • Meetups
  • Contact Me
  • FAQ