• Home
  • Dreamer's Blog
  • વટ થી ગુજરાતી
  • Meetups
  • Contact Me
  • FAQ
MADE FOR DREAMERS
  • Home
  • Dreamer's Blog
  • વટ થી ગુજરાતી
  • Meetups
  • Contact Me
  • FAQ

​વટ થી ગુજરાતી

આપણે નવી પેઢી સુધી ગુજરાતી ભાષા કેવી રીતે પહોંચાડી શકીએ? ખાસ કરીને જેઓ ગુજરાતની બહાર રહે છે?​

26/4/2021

Comments

 
નવી પેઢી સુધી આપણી ગુજરાતી ભાષાતો પહોચી જ જશે, જો આપણે ખુદ આપણાં ઘરમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરશું. જમતી વખતે ગુજરાતીમાં જ વાતો કરીશું, જ્યારે પણ કોઈ પણ સુખ દુખની વાતો થતી હોય તે પણ ગુજરાતીમાં જ કરો. આમ કરવાથી નવી પેઢી ગુજરાતી સાંભળસે અને થોડું ઘણું ગુજરાતીમાં બોલતા પણ સિખી જશે. મુખ્ય સમસ્યા ત્યાં આવે છે જ્યારે વાલીઓ તેમના સંતાનોને અંગ્રેજી ભાષા વાળી શાળામાં ભણવા મૂકે છે, અને તેવી શાળાઓમાં ગુજરાતીમાં વાત કરવા પર દંડ હોય અને ઘણી વખત ગુજરાતીમાં બોલવા બદલ તેમને બધાની વચ્ચે ઉતારી પાડવામાં આવે છે. હવે નાના બાળકો માટે આવા અનુભવોને લીધે ગુજરાતી પ્રત્યે એક પ્ર્કારની નકારાત્મક ભાવના જન્મે છે અને ગુજરાતીને હલકી ગણે છે અને ગુજરાતી સાહિત્ય અને પુસ્તકો વાંચવાથી દૂર ભાગે છે, અને લખવાની વાત તો દૂર દૂર સુધી દેખાતી જ નથી. આ બધા જ બાહ્ય પરિબળો છે જે નવી પેઢીને ગુજરાતીથી દૂર કરે છે, અને જો આપણે નવી પેઢીને ગુજરાતી સાથે જોડેલા રાખવા હોય તો તેની શરૂઆત ઘરેથી જ કરવી પડે.

હવે એનો મતલબ એ પણ નથી કે આપણે ગુજરાતી સિવાય કોઈ બીજી ભાષા ને સિખવી ના જોઇયે, અંગેજી મીડિયમ વાળી સ્કૂલોમાં પણ ગુજરાતી અને હિન્દી જેવી પ્રાદેશિક ભાષા પણ સિખવે એવો બધા વાલીઓ આગ્રહ કરવો જોઇયે. મારા ખ્યાલથી નવી શિક્ષણ નીતિમાં પ્રાદેશિક અને માતૃભાષામાં શિક્ષણનો આગ્રહ રાખવામા આવેલ છે. તો તેનાથી ઘણો બધો સુધાર આવશે એવું મારૂ માનવું છે. હવે વાત રહી એનઆરજી (નોન રેસિડેન્સ ઓફ ગુજરાત) અને એનઆરઆઇ લોકોની તો તેમના માટે તો આજકાલની જે ટેક્નોલોજી છે તેમના માધ્યમથી ગુજરાતી ભાષા સિખવાડી શકાય તેમજ આપણે ઘરમાં એવો માહોલ પૂરો પાડીએ કે જેથી કરીને ગુજરાતી ભાષા અને આપડા લોક સાહિત્ય પ્રત્યે નવી પેઢીની રુચિ આપોઆપ જાગે, એમના માટે એમને કહી ને કે ખીજાયને કામ નહીં ચાલે, એમને એ વસ્તુઓ દેખાડવી પડશે અને તમારે જોવી પણ પડશે, વાંચવી પણ પડશે, ટવિંકલ ટવિંકલ લિટલ સ્ટારની જેમ ગોળ ગોળ ટામેટું પણ તમે એમને સિખવાડશો અને એ માટે તેમને પ્રોત્સાહન પણ આપજો સાબાશી આપીને અથવા તેમની સમક્ષ ગર્વની ભાવના દેખાડીને, કેમ કે બાળકો એ કરશે જે એ જોશે, એ નહીં કે જે તમે તેમને કહશો.

હજુ કઈ એવી કોઈ મોટી સમસ્યા નથી, ઘણું બધુ લોકસાહિત્ય અને પુસ્તકો વગેરે તમોને ઇન્ટરનેટ પર મળી રહેશે, તો એ તમે પોતે પણ એમાં રસ લો અને તેમને વાચીને સંભળાવો. જો તમે વિદેશમાં હો તો ગુજરાતીની સ્કૂલની પુસ્તકો લઈને તમે નવી પેઢીને ગુજરાતના વારસાથી પરિચિત કરાવશો તો એમ બની શકે કે જેમ હું અને તમે આજે એટ એટલા વર્ષ પછી જેવી રીતે ગુજરાતી Quora પર સક્રીય થયા છીયે તો નવી પેઢીને પણ એમને રસ પડે એવા વિષયો ગુજરાતી ભાષામાં મળી રહશે તો મને નથી લાગતું ગુજરાતી ભાષાને કોઈ પણ જાતનો ખતરો હોય શકે, પણ એ માટેની વ્યવસ્થા આપણે અત્યારે કરવી પડશે, નવું નવું લખીને, વાચીને, વિડીયો બનાવીને અને એ બધુ સોસિયલ મીડિયા પર પણ ગર્વથી લોકો સુધી પહોચાડીને ગુજરાતીનો વપરાશ ચાલુ રાખીને. એક વાત નવી જાણવા મળી કે જે ભાષામાં બિલ બને તે ભાષાનું ભવિષ્ય ઉજ્ળું જ હોય, તો આપણે બધા ધંધાદારી રાજ્યના લોકો એ વાતનું પણ ધ્યાન રાખવું જોઇયે. બાકી આપણે ત્યાં કહેવત છે જ ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
​

આ જવાબના અંતે ડૉ.રઇસ મણિયાર ની એક રચના રજૂ કરીશ, જે કઈક અંશે આપણી ગુજરાતી એનઆરઆઇ વસ્તીને સંબોધીને લખાય છે, અને મારા પોતાના જીવનમાં એ લાગુ પડે છે એવી છે,
મેં તારા નામનો ટહુકો અહીં મારી છાતીમાં રાખ્યો છે ,
ભૂંસાવા ક્યાં દીધો છે કક્કો હજી છાતીમાં મૂકી રાખ્યો છે ;
મલક કઇં કેટલાય ખૂંદયા , બધાની ધૂળ ચોંટી છે પણ ,
હજી પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં સાચવી રાખ્યો છે !
આભાર. અંતમાં તમોને પોતે જો કક્કો ભૂલાય ગયો હોય તો અહી મૂકું છું પાકો કરી લેજો.
​- અંકિત શેલડિયા

Picture
નોંધ : અહી ઘણા ફોટોસ પર મારો કોઈ હક નથી, તે બધા જ લોકોને ખ્યાલ આવે એટલા માટે ગૂગલ પરથી લીધેલ છે, જો કોઈ ફોટો કૉપીરાઈટ કે મૂળ ધારકને ના ગમે તો મને જણાવશો, એ ફોટો હું હટાવી લઇશ. આભાર.
Comments
    Picture

    અંકિત
    શેલડિયા

    અસામાન્ય રીતવાળો એક સામાન્ય એન્જિનિયર.

    જ્યારે પણ શક્ય હોય ત્યાં મુસાફરી કરવાનું પસંદ છે, અત્યાર સુધીમાં ઘણા યુરોપિયન દેશો અને ભારતીય રાજ્યોની મુલાકાત લીધી છે. વાત કરવાનું પસંદ કરે છે, પરંતુ મુસાફરી હંમેશાં એકલા શરૂ કરે છે, અને પાછા જતા સમયે ઓછામાં ઓછા એક WhatsApp Group સાથે આવે છે જેમાં ઘણા વાસ્તવિક લોકો પ્રવાસ દરમિયાન મળ્યા હોય એનો સમાવેશ થયેલ હોય છે. વાંચન અને લેખનને પણ પસંદ છે, વિષયો તેના પોતાના જીવનના અનુભવ સાથે સંબંધિત છે અને ખુલ્લા હૃદયથી લખે છે જે લખે છે તે રાજદ્વારી રીતે યોગ્ય હોય છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, જર્મન બોલી અને લખી શકે છે. આજકાલ સ્પેનિશ અને રશિયન શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

    Archives

    April 2021
    March 2021

    Categories

    All
    આત્મનિર્ભરતા
    ખાણીપીણી
    ગુજરાતી ભાષા
    જાતપ્રેમ
    બુલેટ ટ્રીપ
    ભારત દેશ
    મોટીવેશનલ

    RSS Feed

Powered by Create your own unique website with customizable templates.
  • Home
  • Dreamer's Blog
  • વટ થી ગુજરાતી
  • Meetups
  • Contact Me
  • FAQ